ચંદારામજી હાઇસ્કુલ માં વિદ્યાર્થીના વ્યક્તિત્વના વિકાસ માટે વિવિધ સ્પર્ધાઓ જેમ કે વકૃત્વ,નિબંધ લેખન, ચિત્રકળા, રંગોળી સ્પર્ધા, કાવ્ય પઠન, આર્ટક્રાફ્ટ સ્પર્ધા, નૃત્ય, સંગીત,ગીતો ના વર્ગોનું આયોજન કરી ને સેમિનાર દ્વારા વિવિધ માર્ગદર્શન અને પ્રેરણા પૂરું પાડવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ હોંશ પર ભાગ લે છે જેથી તેમનામાં આત્મવિશ્વાસ વધે અને સાથ સહકાર ના મૂલ્યો જીવનમાં ઘડાય છે આ કળા કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીઓ આંતરશાલેય સ્પર્ધા,રાજ્ય સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધાઓમાં સહભાગી થાય છે
શિક્ષણ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ એમાંય તે માર્ગમાં "માં" રુપી માતૃભાષા નો હાથ હોય એટલે જીવન બને આત્મનિર્ભર. આજે શાળાની ભૂમિકા માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા સુધી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા તેનો સંપૂર્ણ વ્યક્તિત્વ ઘડવા માટેની છે "શિક્ષણ એટલે જીવનના પાયાનું ચણતર, જીવનનું યોગ્ય ઘડતર, જેથી ભવિષ્ય બને ઉજ્જવળ"
"દરેક ફૂલને પોતાની સુગંધ હોય છે
દરેક પંખીને પોતાનો કલર હોય છે
દરેક બાળકને પોતાની ક્ષમતા હોય છે."
આ ક્ષમતાઓ અને તેમના કલા કૌશલ્યને વિકાસ કરવા માટે શાળામાં વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ગુરુપૂર્ણિમા, મકરસંક્રાંતિ, નાતાલ, દિવાળીની ઉજવણી, વિદ્યાર્થીઓના વિદાય સમારંભ, સ્વરક્ષણ જાગૃતિના લાવવા માટેના વિવિધ સેમીનારો જેના દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન કરવાનો પ્રયત્ન શાળામાંથી કરાય
"તું દોડવાની ઈચ્છા તો કર, દુનિયા તારી સાથે દોડશે."