23823647 / 23876164 | chandaramjihighschool@rediffmail.com

આચાર્યનો સંદેશ


Principal's image
આચાર્યાશ્રીની કલમે...

આજે ૧૧૪ વર્ષ માતૃભાષામાં શિક્ષણ આપતી આપણી ચંદારામજી હાઈસ્કૂલ જે ગુજરાતી માધ્યમની એક મિસાલ બનીને પ્રજ્વલિત છે. એક દિપક બનીને શિક્ષણની જ્યોતિને પ્રજવલિત રાખી છે. એક વટવૃક્ષ બનીને શિતળતા પ્રસરાવી રહી છે. એક ઉપવન બનીને મહેકી રહી છે. વિદ્યાર્થીઓના વિકાસરૂપી ઓજસ પાથરી રહી છે. વિધાર્થીઓની શૈક્ષણિક ઉન્નતિની સાથે-સાથે બૌદ્ધિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસની દિશામાં આગળ વધી રહી છે.
‘“ સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી...!''
શાળાની કુશાગ્ર સંચાલન સમિતિ, દાતાઓ, શાળાના આચાર્યા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી આ શક્ય બન્યું છે.
લાગણીના જળ વડે મર્દન કરીએ, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરીએ, પદ્ય અને ગદ્યના પુષ્પો ચડાવી, માતૃભાષાને પ્રથમ વંદન કરીએ.*
શિક્ષણ એક એવું રોકાણ છે કે જેનો નફો જીવન પર્યંત મળ્યા જ કરે છે. તેથી દરેક બાળકના જીવન ઘડતર માટે શિક્ષણ આવશ્યક છે. માટે માતા-પિતા પોતાના બાળકને શાળામાં મોકલે છે. શાળામાંથી શિક્ષણ મેળવી તે પોતાના જીવનની આગળની કેડી કંડારે છે. તેમાં પણ તેનું શિક્ષણ માતૃભાષામાં હશે તો બાળક સહજતાથી પૂર્ણતા તરફ આગળ વધી શકે છે. ચંદારામજી હાઇસ્કૂલ ગુજરાતી માધ્યમની શાળા તમારા બાળકમાં શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યો ઘડવા તત્પર છે. તો આવો વ્હાલા બાળકો આપણે સૌ સાથે મળી શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરીએ.

શ્રીમતી જ્યોતિ પ્રકાશ બારિયા આચાર્યા, ચંદારામજી હાઈસ્કૂલ (ગુજરાતી માધ્યમ) મુંબઈ.

શ્રી અનિલ લક્ષ્મણ કદમ

શ્રી જયંતીલાલ કાલિદાસ કોટડીયા

શ્રીમતી પર્ષા અનિલ મામણીયા

શ્રીમતી જાન્હવી મંકોડી

શ્રીમતી કામિની કમલ કંસારા

શ્રીમતી બબીતા પ્રફુલ પંચાલ

શ્રીમતી પ્રવીણા ગોહિલ

શ્રીમતી રોહિની જાતેગાવકર

શ્રી વસંત મોરે

સંગીત શિક્ષક

શ્રી રાજેશ સાલુંકે

ચિત્રકળા શિક્ષક

શ્રી રોહિત પરમાર

બેન્ડ માસ્તર

શ્રી સોનુ ચૌહાણ

બાસ્કેટબોલ કોચ

કુ. શિખા શાહ

ડાન્સ શિક્ષિકા

શ્રીમતી. ચંદ્રિકા વધૈયા

યોગ શિક્ષક

શ્રી મયુર દેવાણી

શ્રી મનોજ ચૌરસિયા

શ્રી સ્વપ્નિલ જાદવ

શ્રી સુભાષ અંનંત સાવંત

......

શ્રીમતી રજની અરવિન્દ વાઘ

શ્રી અરવિન્દ પાંડુરંગ માલેકર

શ્રીમતી કવિતા રવિન્દ્ર સાલવી