23823647 / 23876164 | chandaramjihighschool@rediffmail.com

નોટિસ

  • ઈશા ફાઉન્ડેશન દ્વારા શાળાના સભાગૃહમાં ૨૧મી જૂન ૨૦૨૩ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

  • આષાઢી એકાદશી અને બકરી ઈદ નિમિત્તે ગુરુવાર 29 જૂન 2023 ના રોજ રજા

  • સોમવારે ૩જી જુલાઈ ૨૦૨૩ ના રોજ શાળામાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે

સિદ્ધિઓ

  • હાર્દિક અભિનંદન ચંદારામજી હાઇસ્કુલ શાળાનુ માર્ચ એસ. એસ. સી. બોર્ડ માર્ચ ૨૦૨૩ નું પરિણામ ૧૦૦% અને શાળાનું પ્રથમ આવનાર વિદ્યાર્થીની પરમાર પ્રીતિ દિનેશ ૮૯.૨૦% ટકા આવેલ છે

આચાર્યની કલમે


Principal's image
આચાર્યાશ્રીની કલમે...

આજે ૧૧૪ વર્ષ માતૃભાષામાં શિક્ષણ આપતી આપણી ચંદારામજી હાઈસ્કૂલ જે ગુજરાતી માધ્યમની એક મિસાલ બનીને પ્રજ્વલિત છે. એક દિપક બનીને શિક્ષણની જ્યોતિને પ્રજવલિત રાખી છે. એક વટવૃક્ષ બનીને શિતળતા પ્રસરાવી રહી છે. એક ઉપવન બનીને મહેકી રહી છે. વિદ્યાર્થીઓના વિકાસરૂપી ઓજસ પાથરી રહી છે. વિધાર્થીઓની શૈક્ષણિક ઉન્નતિની સાથે-સાથે બૌદ્ધિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસની દિશામાં આગળ વધી રહી છે.
‘“ સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી...!''
શાળાની કુશાગ્ર સંચાલન સમિતિ, દાતાઓ, શાળાના આચાર્યા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી આ શક્ય બન્યું છે.
લાગણીના જળ વડે મર્દન કરીએ, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરીએ, પદ્ય અને ગદ્યના પુષ્પો ચડાવી, માતૃભાષાને પ્રથમ વંદન કરીએ.*
શિક્ષણ એક એવું રોકાણ છે કે જેનો નફો જીવન પર્યંત મળ્યા જ કરે છે. તેથી દરેક બાળકના જીવન ઘડતર માટે શિક્ષણ આવશ્યક છે. માટે માતા-પિતા પોતાના બાળકને શાળામાં મોકલે છે. શાળામાંથી શિક્ષણ મેળવી તે પોતાના જીવનની આગળની કેડી કંડારે છે. તેમાં પણ તેનું શિક્ષણ માતૃભાષામાં હશે તો બાળક સહજતાથી પૂર્ણતા તરફ આગળ વધી શકે છે. ચંદારામજી હાઇસ્કૂલ ગુજરાતી માધ્યમની શાળા તમારા બાળકમાં શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યો ઘડવા તત્પર છે. તો આવો વ્હાલા બાળકો આપણે સૌ સાથે મળી શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત કરીએ.

શ્રીમતી જ્યોતિ પ્રકાશ બારિયા આચાર્યા, ચંદારામજી હાઈસ્કૂલ (ગુજરાતી માધ્યમ) મુંબઈ.
-->